બારડોલી નગરનાં નવદુર્ગા સોસાયટીમાં ઘરની બહાર લગાવેલી મીટર પેટીમાં ભીષણ આગ લાગતાં સોસાયટીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે શોર્ટ સર્કિટ અને ધડાકા સાથે આગ વકરતા બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. બનાવની વિગત એવી છે કે, નગરનાં મધ્યમાં આવેલી નવદુર્ગા સોદાયટીમાં આજરોજ બપોરનાં સમયે એક ઘરની બહાર મુકેલી મીટર પેટીમાં આગ લાગી હતી.
તેમજ સોસાયટીમાં D/59 નંબરનાં ઘરમાં રહેતા પરસોતમભાઈ પટેલના ઘરની બહાર મુકવામાં આવેલી મીટર પેટીમાં આગ લાગતા સોસાયટીના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા તાત્કાલિક ઘરના તમામ સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે જોત જોતામાં શોર્ટ સર્કિટ તેમજ ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો ગભરાયા હતા અને તાત્કાલિક બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ પર કાબુ લેવાતા ઘરના લોકો તેમજ સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500