Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : માનસિક તાણ અનુભવતા યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • November 21, 2022 

ઓડીસ્સાનાં ગાંજામ જિલ્લાનાં અમુનિયાશાહી પુરષોતમપુરાનાં અને હાલ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે શેખપુર રોડ પર આવેલ શ્રી કપિ ઇન્ટરનેશનલ લુમ્સ ખાતાના ચોથા માળે રહેતા મિથુન બસ્ટન દલઇ (ઉ.વ.26) તેના નાના ભાઈ જીતુન સાથે રહીને મિલમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. જોકે બહેનના લગ્નમાં 6 લાખનો ખર્ચ થઈ જવાથી અને નાનાભાઈ જીતુનનું કામ પણ છેલ્લા એક અઠવાડિયાથી છૂટી જવાના કારણે મિથુનભાઈ પર જવાબદારી આવી પડતા માનસિક તાણ અનુભવતા હતા. જેથી ગત તા.17નાં રોજ રાત્રીનાં સમયે 11 વાગ્યાના સમયમાં ઘરમાં પંખા સાથે સફેદ કાપડથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. ઘટના અંગે ઓલપાડ પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application