Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં જોળવા GIDC વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઓઈલ બનાવાનું કારખાનું ઝડપાયું

  • March 17, 2023 

પલસાણાનાં જોળવા GIDC વિસ્તારમાંથી બ્રાન્ડેડ ઓઈલનું કોપી ઓઇલમાં ડબ્બા સાથે કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતુ. જોકે કારખાના માંથી રૂપિયા 2.86 લાખનો ઓઈલનો જથ્થો કબ્જે લેવાયો હતો. મળતી માહિતી અનુસાર, વિવિધ બ્રાન્ડ ટ્રેડ માર્ક તથા કોપી રાઈટના હિતોનું રક્ષણ કરતી કંપની સુજાતા ચૌધરી આઇપી એન્ટોનર્સ પ્રા.લી.કોપી રાઈટનાં ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટેની ઓર્થોરિટી ધરાવતા મોહમદ યુનુસ મોહમદ યુસુફ શેખ (ઉ.વ.30, રહે.વટવા, અમદાવાદ) નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી.






જે બાતમીનાં આધારે પલસાણા પોલીસને સાથે રાખીને પલસાણા તાલુકાના જોળવા GIDC વિસ્તારમાં આવેલા દર્શન ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર-286 પર આવેલા લુબ્રન્ટા પેટ્રો કેમિકલ્સ નામનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ ઘનશ્યામભાઈ કાછડિયા (રહે.અયોધ્યાપુરમ સોસાયટી, વાલક પાટિયા કામરેજ, સુરત) નાઓ મળી આવ્યા હતા. તેઓને સાથે રાખીને કારખાનામાં તપાસ કરતા ક્રિસ્પી એક્ટિવ પ્લસ સ્ટીકર લગાવેલી 900 MLના 10 બોક્ષ, એક લિટરનાં 24 બોક્ષ તેમજ 900 MLના ખાલી ડબ્બા 110 નંગ તેમજ 900 MLના ડબ્બાના 2210 સ્ટીકર મળી કુલ 2,85,970/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા ઈસમ વિરુદ્ધ કોપીરાઈટના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application