મૂળ મહારાષ્ટ્રનાં જલંગાવ જિલ્લાનાં અમલનેર તાલુકાનાં અને હાલ પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે ગાયત્રી નગરમાં પ્લોટ નંબર-98 પરના મકાનમાં રહેતા સંભાજી હિલાલ પાટીલ પોતાની પત્ની અને બે સંતાન સાથે રહેતા હતા. જોકે મોટું સંતાન પોતાની માતાને ત્યાં ગામ રહેતું હતું. તેમજ પત્ની નજીકની હોટલ પર નોકરી કરતી હતી.
જોકે મંગળવારનાં રોજ સંભાજી પાટીલ પોતાના ઘરે જ હતો અને સૂતો હતો ત્યારે પત્ની નોકરીએ ગઈ હતી. પત્નીએ સાંજે નોકરીએથી પરત ફરીને જોયું તો પતિ સંભાજી મકાનનાં આગળનાં રૂમમાં દરવાજા નજીક સિલિંગની હુક સાથે સાડી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો જોકે પતિનાં એકાએક અગમ્ય કારણો સર ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાથી પત્ની કવિતાએ બુમાબુમ કરી દેતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application