સુરત શહેરનાં લિંબાયતમાં મીઠી ખાડીમાં સવારે એક મકાનમાં ગેસ લીકેજનાં કારણે સિલિન્ડરમાં આગ લાગતા દંપતિ દાઝી જતા ઘટના સ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર, લિંબાયતમાં મીઠી ખાડીમાં ઈસ્લામી ચોકમાં એક મકાનમાં ગતરોજ સવારે ગેસ લીકેજ થવાનાં લીધે સિલિન્ડરમાં આગ ભડકી ઉઠી હતી. જેથી ઈસલામુદ્દીન (ઉ.વ.26) અને તેમની પત્ની ફરહીન (ઉ.વ.22) નાએ સળગતુ સિલિન્ડર બહાર ખેચી જઇને આગ ઓલવાના પ્રયાસ કર્યા હતા.
જેમાં બંને જણા દાઝી ગયા હતા જેના લીધે ઘટના સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી જવા પામી હતી. આ અંગે ફાયરને જાણ થતા દુભાલ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ત્યાં ધસી ગયા હતા. પણ ત્યાં ગલી એટલી સાંકડી હતી કે, ત્યાં સુધી ગાડી પહોંચવામાં મશ્કેલી થઇ રહી હતી. જેથી 100 મીટર જટલો હોસ પાણીનો પાઇપ લંબાવ્યો હતો.
તે પહેલા નજીકમાંથી પાણી સહિતનાં ઉપયોગ કરીને સળતુ સિલિન્ડર ફાયર જવાનો જીવના જોખમે બુઝાવ્યુ હતુ. જોકે સમયસર આગ પર કાબુ મેળવતા ત્યાં હાજર અને આજુ બાજુનો લોકોમાં હાસકારો અનુભવ્યો હતો. જયારે દાઝી ગયેલા દંપતિને 108ની મદદથી સારવાર માટે હોસ્પ્ટિલમાં ખસડાયા હતા. એવુ ફાયર ઓફિસરે જણાવ્યું હતું. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500