Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ઘર વખરીમાં ઓછો ખર્ચ બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ કરી

  • October 07, 2022 

પલસાણા તાલુકાનાં વરેલી ખાતે રહે છે જેના પડોસમાં જ ભાણેજે ચાર મહિના અગાઉ લગ્ન કરી વહુ સાથે રહેવા આવ્યા હતા જે દરમિયાન કુટુંબે ઘર વખરીમાં ઓછો ખર્ચ કરવાનું કહેતા નવી પરણીને આવેલી વહુએ પિયરમાં કહેતા પિયર પક્ષનું ટોળું વરેલી દોડી આવી વહુનાં મામા સસરા તેમની પત્ની અને દીકરી સહિત 3થી વધુ લોકોને મારમારતા બંને પક્ષે સામસામી ફરિયાદ કરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનાં જયપુર જિલ્લાનાં અને હાલ પલસાણાનાં વરેલી ગામે સાંઈ દર્શન સોસાયટીના મકાન નંબર-8માં રહેતા વદનસિંહ ઓમકારસિંહ ચુડાવત કાપડના વેપાર સાથે જોડાયેલા છે.




જોકે તેમની બહેનના ભાણેજ બુબાકુંવર ચાર માસ અગાઉ જ સંતોષ કવર સાથે લગ્ન કરી તેમની બાજુના રહેવા આવેલ જે વખતે વંદન સિંહે તેઓને ઘર વખરી લઈ આપી હતી અમે તેઓને ઘર વખરીમાં ઓછો ખર્ચ કરવાનું કહેતા નવી પરણીને આવલી સંતોષ કવરે તેમાં પિયરમાં આ અંગે વાતની જાણ કરતા ગત તા.30 સપ્ટેમ્બરના સાંજે તમેના પિયરના સંતોષ કવરના દાદાના દીકરા ભવરસિંહ રાણાવત સહિત, ગોવિંદ સિંહ, હરિસિંહ સખાવત, અર્જુન સિંહ બાસની સહિત કારમાં 6થી વધુ લોકો વરેલી ખાતે આવ્યા હતા.




તેમજ બાબુકુંવરને ત્યાં આવી વંદન સિંહને વાત માટે બોલાવ્યા હતા જે દરમિયાન વંદન સિંહ વાતો માટે નહિ આવતા ભવરસિંહ નાઓએ વંદનસિંહને અપશબ્દો બોલી ધિકકમુક્કાનો માર માર્યો હતો જે બાદ આવલા ટોળાએ વંદનસિંહની પત્ની અને તમેની દીકરી શીતળ વચ્ચે પડતા તેઓને પણ વાળ પકડીને ટોળાએ માર માર્યો હતો જે બાદ સોસાયટી લોકોએ તમામને છોડાવ્યા હતા ઘરના અંગે વંદનસિંહ ચુડાવતનાઓએ ભવરસિંહ રાણાવત સહિત, ગોવિંદ સિંહ, હરિસિંહ સખાવત, અર્જુન સિંહ બાસની તમેજ ભવરસિંહ રાજપૂતનાઓએ બદનસિંહ ચુડાવત તમેજ પુત્ર કુલદીપસિંહ ચુડાવત, લાલસિંહ ઝાલા અને પુત્રી બેબીકુંવર વિરુદ્ધ કડોદરા પોલીસ મથકના ફરિયાદ આપી હતી. કડોદરા પોલીસે બંને પક્ષની સામસામેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application