Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા થતાં ચાલકનું મોત

  • July 04, 2022 

સુરતનાં માંડવી તાલુકાનાં ખંજરોલી ગામે રહેતા એક ઈસમ ગામ નજીક બાઈક લઈ પસાર થતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઇજા પામેલા ચાલકનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં ખંજરોલી ગામે રહેતાં રામ સ્વરૂપ લક્ષ્મીસિંગ ઠાકોર (ઉ.વ.45) ગત તા.30મી જૂનનાં રોજ સવારને સમયે પોતાની બાઈક નંબર GJ/05/DF/8661 લઈ કમલાપુર ગામે બેંકમાં પાસબુક લેવા માટે અને અન્ય કામકાજ અર્થે ગયા હતાં.




જોકે ત્યાંથી મોડી સાંજે તેઓ બાઈક લઈ ખંજરોલી ગામે પરત આવવા માટે નીકળ્યાં હતાં. તે સમયે કમલાપોર ગામથી ખંજરોલી તરફ આવી રહ્યાં હતાં. ત્યારે બાઈક પૂરઝડપે હંકારતા બાઈક રોડની સાઈડ પલટી મારી ગઈ હતી અને રામસ્વરૂપસિંગ ભાઇને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત થતાં થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ગંભીર ઇજાગ્રસ્ત રામસ્વરૂપભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતાં પરંતુ ગંભીર ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application