સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઈ તરફથી એક થ્રી-વિલ ટેમ્પો આવી ચલથાણ ગામમાં પ્રવેશ કરી ચલથાણનાં આદર્શ બંગલોઝની સામેં જ ઉભેલા ટેમ્પા પાછળ ટક્કર લાગતા ટેમ્પો પલટી ગયો હતો.
જોકે સ્થાનિકો ટેમ્પો સીધો કરી ટેમ્પા ચાલકને બહાર કાઢ્યો તો તે પીધેલી હાલતમાં હતો જેથી સ્થાનિકોએ ટેમ્પા પાછળ જોયું તો વિદેશી દારૂની પેટીઓ હતી. આમ, જોતજોતામાં ટોળું ભેગું થઈ ગયું કેટલાક સ્થનિકો વિદેશી દારૂની બોટલો લઈ ગયા હતા. જયારે ઘટનાની જાણ કડોદરા પોલીસ ઇન્સ્પેકટરને થતા પોલીસની એક ટુકડી ઘટના સ્થળે મોકલી આપી હતી.
ઘટના સ્થળેથી પોલીસે ટેમ્પામાં રહેલો 107 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 25,775/- તેમજ મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 76,625/-નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલક પ્રેમસિંગ રામસિંગ પાલ (રહે.316,પ્રિયંકા મેટ્રોસિટી, ગોદાડરા, સુરત) નાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500