પલસાણા ચાર રસ્તા નજીકથી ટેમ્પોમાં લઈ જવાતો રૂપિયા 1.72 લાખથી વધુનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે પોલીસે એકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, બારડોલીથી સુરત તરફ એક ટેમ્પો નંબર MH/48/AY/2935માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામા આવનાર છે.
જે બાતમીનાં આધારે પલસાણા પોલીસની ટીમ પલસાણા ચાર રસ્તા ખાતે વોચમાં ઉભી હતી. તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતાં પોલીસે તેને રોકી ટેમ્પાનાં પાછળના ભાગે ચેક કરતા ટેમ્પામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તેમજ બિયરની કુલ નંગ 1,516 બોટલ મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 1,72,550/- અને મોબાઇલ તેમજ ટેમ્પો તથા પ્લાસ્ટિકનાં બેરલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા 3,74,850/-નાં મુદ્દામાલ સાથે દિનાનાથ સીતારામ પાલ (રહે.રૂમ નં.8, સાઈકૃપા ચાલી, પાલઘર, મુંબઈ, મહારાષ્ટ્ર) નાની ધરપકડ કરી હતી, જયારે વિદેશી દારૂ ભરી આપનાર અને પાયલોટીંગ કરનાર લાલ કલરની સ્વીફ્ટ કાર નંબર GJ/15/AD/8164નાં ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500