કામરેજ પોલીસે અલગ અલગ બે રીક્ષામાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરી રીક્ષા અને દારૂ મળી 1.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસ સ્ટાફનાં માણસો પ્રોહી અને જુગાર અંગેના ગુના શોઘી કાઢવા માટે પોલીસ સ્ટેશનનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બે ઓટો રીક્ષા પોતાની કબ્જાની ઓટો રીક્ષામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને કડોદરા હરીપૂરા ગામથી ખડસદગામ ત્રણ રસ્તા પસાર થઇ સરથાણા જકાતનાકા સુરત શહેર તરફ જનાર છે. જે બાતમીનાં આઘારે પોલીસે રેડ કરી હતી.
જે રેડમાં બે આરોપી મનોજ રામનરેશભાઈ કુશવહા (રહે.મકાન નંબર 60 કલ્યાણ નગર, ક્રિષ્ના નગર પાસે, પુણાગામ, સુરત) તેમજ મનોજ સુરેશભાઈ સાવંત (રહે.મકાન નંબર 128, વલ્લભ નગર સોસાયટી, પુણાગામ, સુરત) નાઓને બજાજ કંપનીની ઓટો રીક્ષા નંબર GJ/05/ZZ/6571 અને GJ/05/A2/1224માંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 981 નંગ બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 99,910/- તેમજ બે ઓટોની કિંમત રૂપીયા 60,000/- તથા અંગ ઝડતીનાં મળી આવેલ 2 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 1,61,910/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500