કડોદરા GEBની સામે અજાણ્યા વાહન ચાલકે બિંદલ મિલનાં કામદારને અડફેટે લેતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની 5 દિવસની સારવાર દરમિયાન મોત નીપજતા મૃતકનાં ભાઈએ કડોદરા પોલીસ મથકના ફરિયાદ આપી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના ઝુંઝનું જિલ્લાનાં રહેવાસી સુભાષ રામચંદ્ર સ્વામી (ઉ.વ.46, રહે.201, સેકન્ડ ફ્લોર આશાનગર, હરિનગર, ઉધના) નાઓ કડોદરા ખાતે આવેલ બિંદલ મિલમાં મેન્ટન્સ વિભાગમાં કામ કરે છે.
જોકે ગત તા.18 જુનનાં રોજ સુભાષભાઈ મિલમાં નોકરીએ હાજર નહિ થતા મિલમાં કામ કરતા સુભાષભાઈનાં સંબધીએ સુભાષને ફોન કરતા સ્મીમેર હોસ્પિટલનાં કર્મચારીએ ફોન રિસીવ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ ભાઈનો કડોદરા ખાતે GEB ઓફિસની સામે અજાણ્યા વાહન અડફેટે આવતાં અકસ્માત થયો છે.
જેથી 108ની મદદથી તેને સુરત સ્મીમેરનાં ખેડવામાં આવ્યો છે ઘરના અંગે સબંધીએ સુભાષનાભાઈ નંદલાલને ફોન કરતા તેઓ રાજસ્થાનથી સુરત પહોંચ્યા હતા અને ગત તા.23 જુનના રોજ સુભાષભાઈનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતુ. બનાવ અંગે નંદલાલ સ્વામીએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500