સુરતનાં મહુવા તાલુકાનાં મીયાપુર ગામની સીમમાંથી બાઇક ઉપર પસાર થઈ રહેલ એક યુવકને કોઈ અજાણ્યા વાહનનો ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. જોકે સર્જાયેલા અકસ્માતમાં વલવાડા ગામના યુવકને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાનાં વલવાડા ગામે ભગત ફળિયામાં રહેતા જયેશ અમરતભાઈ પટેલ કે જેઓ સાંજના સમયે દૂધ મંડળીમાં દૂધ ભરીને ઘરે આવ્યા બાદ પોતાની સ્પ્લેંન્ડર બાઈક નંબર જીજે/19/એસ/6872 લઈ કામ અર્થે નીકળ્યો હતો.
પરંતુ રાત્રિના 9 વાગ્યા બાદ પણ ઘરે પરત ન ફર્યો હતો જેથી પરિવારજનોએ મોબાઈલ ઉપર ફોન કરતાં જાણવા મળ્યું હતું કે જયેશનું મીયાપુર ગામની સીમમાં મીયાપુર બારડોલી રોડ પર એક્સિડંટ થયું છે. કોઈ અજાણ્યા વાહનનો ચાલક જયેશની બાઇકને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં જયેશને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. બનાવ અંગે મહુવા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application