Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોપેડ બાઈક સ્લીપ થતાં ઈસમનું ગંભીર ઈજાને કારણે મોત

  • July 11, 2022 

સુરતનાં માંડવી તાલુકાનાં આંબા ગામે રહેતા અમરસિંગભાઈ છગનભાઈ વસાવા (ઉ.વ.49) જેઓ પોતાના પરિવાર સાથે રહી સુરત ખાતે રહેતા ધર્મસિંગભાઈ પ્રજાપતિનું માંડવીનાં કરવલી ગામે આવેલ ખેતરમાં મજૂરી કરતા હતા. જોકે ખેતરનાં માલિકે અમરસિંગ વસાવાને ખેતરથી આવા જવા માટે પોતાની માલિકીનું મોપેડ બાઈક GJ/19/X/9351 આપ્યું હતું.





જોકે ગત તા.8 જુલાઇનાં રોજ બપોરનાં સમયે ખેતરથી ઘરે આવતી વખતે આશ્રમ ફળિયાની સીમમાં આંબા ગામથી કરવલી ગામ તરફ હતો કાચા રસ્તા પર પસાર થતી વખતે સ્ફુટી સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઇજાને કારણે અમરસિંગ વસાવાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application