ઉધનાનાં પાંડેસરાનાં સવારે મોટરનાં લીધે આધેડને કરંટ લાગતા મોત થયુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, પાંડેસરામાં વડોદગામમાં શાસ્ત્રીનગરમાં રહેતા 50 વર્ષીય મનોજ ઇન્દ્રદેવ પાસવાન સવારે ઘરે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા. તે સમયે વરસાદના લીધે તેમને ઇલેકટ્રીક કરંટ લાગતા બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા.
જયાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે તે મુળ બિહારનાં ઓરંગાબાદનો વતની હતા. તે કંપનીમાં નોકરી કરતા હતા. બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત શહેરમાં દિવસ દરમિયાન ઇલેકટ્રીક શોર્ટ સર્કિટનાં ચાર બનાવ બન્યા હતા. જેમાં પુણામાં વોસીંગ મશીનમાં, વેસુ વી.આઇ.પી રોડ પર મીટર પેટીમાં, પુણાગામમાં મીટર પેટીમાં, ચોકબજારમાં થાંભલના મીટરમાં શોર્ટ સર્કિટ થતા ફાયર જવાનો પહોચ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500