સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી થઈ રહી છે તેમ છતાં સુરતમાં કેટલાક પશુપાલકોની દાદાગીરી માઝા મુકી રહી છે. જયારે પાલિકાનાં વરાછા-બી ઝોનમાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ લાકડી વડે હુમલો કરી એક બેલદારનું માથું ફાડી નાખ્યું હતું. ઈજાગ્રસ્ત બેલદારને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે તેથી સાથે પાલિકાએ માથાભારે પશુપાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયત પણ હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત પાલિકાનાં વરાછા-બી (સરથાણા) ઝોનમાં રખડતા ઢોર પકડવાની ફરિયાદ બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલિકાનાં વરાછા ઝોનની ટીમે સરથાણા વિસ્તારમાં વનમાળી જંકશનથી પૂનમ પ્લાઝા પાસે સાંજના સુમારે મહાનગર પાલિકાની એક ટીમ દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી દરમિયાન પાલિકાની ટીમે એક રખડતા ઢોર પણ પકડી લીધું હતું, પાલિકાની ટીમ કામગીરી કરી રહી હતી.
ત્યારે અચાનક કેટલાક માથા ભારે પશુપાલકો આવી પહોંચ્યા હતા તેઓએ પાલિકાની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ પકડાયેલા પશુને છોડવી જવા માટે પ્રયાસ કર્યો હતો તેમાં ઝપાઝપી થઈ હતી. દરમિયાન માથા ભારે પશુપાલકોએ બેલદાર તરીકે ફરજ બજાવતા આનંદ પ્રમોદ પટેલના માથાનાં ભાગે લાકડાનાં સપાટા મારી દીધા હતા જેમાં આનંદ પટેલનું માથું ફાટી જતાં ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પાલિકાએ હુમલો કરનારા માથાભારે પશુપાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયત શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500