સુરત જિલ્લા પેરોલફ્લો અને એલ.સી.બી. શાખાનાં માણસોએ પલસાણાનાં અમલસાડી ખાતેથી બાતમીનાં આધારે બારડોલીનાં બુટલેગર દ્વારા ટ્રકમાં સેંટિંગ પાટિયાની આડમાં લવાયેલો રૂપિયા 4.95 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલ.સી.બી શાખા તથા પેરોલ ફલર્લો શાખાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પ્રોહી અને જુગારની અસરકારક કામગીરી કરવાની સુચનના આધારે બુધવારનાં રોજ મોડી રાતે એલ.સી.બી. શાખાના માણસોની એક ટીમ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તી અટકાવા માટે પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી ખાતે રહેતો લીસ્ટેડ બુટલેગર લાલુભાઇ કાંન્તુભાઇ રાઠોડ તથા પલસાણા તાલુકાના એના ગામનો વિરાંગ ઉર્ફે બિટુ રમેશભાઇ રાઠોડ નાઓ એક ટાટા ટ્રક નંબર GJ/05/UU/9747ની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ભરી લાવી પલસાણા તાલુકાનાં અમલસાડી ગામે ઉત્તર બુનિયાદી શાળાની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાં લાવીને ટ્રક ઉભી રાખેલ છે.
તેમજ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરનાર છે અને હાલ ટ્રકની બાજુમાં એક ઇસમ બેસેલ છે. તેવી ચોક્કસ બાતમીનાં આધારે રેડ કરતા પોલીસને ટાટા કંપનીની ટ્રકમાં ચોર ખાનામાં સેંટિંગ પાટિયાની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે સગેવગે કરવાના ઇરાદાથી રોડની બાજમાં ઉભી રાખી હોવાનું જાણવા મળ્યું હતુ.
જોકે પોલીસે ટ્રકનાં ચોરખાના માંથી 3840 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 4,94,400/-ની તેમજ ટ્રકની કિંમત 4 લાખ તેમજ સેંટિંગના પાટિયા મળી કુલ રુપીતા 8,99,600/-નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો લાવનાર લાલુભાઇ રાઠોડ તેમજ લઈજનાર વીરાંગ ઉર્ફે બીટ્ટુ રમેશ રાઠોડ તેમજ ટ્રક ચાલક મળી 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500