Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દારૂનાં જથ્થા સાથે કાર ચાલક ઝડપાયો, બે વોન્ટેડ

  • September 08, 2022 

સુરતનાં પલસાણા ચાર રસ્તા ખાતેનાં નેશનલ હાઈવે પરથી એક કાર માંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો હતો. મળતી માહિતી અનુસાર, પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, સુરતનાં પલસાણા ચાર રસ્તા ખાતે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઈ અમદાવાદ હાઈવે પર શંકાસ્પદ હોન્ડા વર્ના કાર નંબર GJ/01/KQ/6338 નાને અટકાવી તપાસ કરતા કારમાંથી વિવિધ કંપનીની નાની મોટી કુલ 467 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.




જોકે પોલીસે કાર ચાલક વિશાલ ચંદન રાય (રહે.જલારામ નગર ચલથાણ) નાની અટકાયત કરી 58 હજારની કિંમતનો વિદેશી દારૂ તેમજ 2.5 લાખની કિંમત કાર મળી કુલ રૂપિયા 3.3 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મોકલનાર રમેશભાઈ તેમજ દારૂ માંગવનાર અખિલ રહેવાસી (રહે..કડોદરા જલારામ નગર) નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application