બારડોલી રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નજીકથી અજાણી મહિલાનો ટ્રેન અડફેટે ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલ્વે પોલીસે મહિલાનાં મૃતદેહનો કબ્જો લઈ વાલી વારસદાર શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી. રેલ્વે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, બારડોલીનાં રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-1નાં નજીકથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
જયારે રેલ્વે સ્ટેશન પર આવેલ ખંભાતી સ્ટોલની સામે રેલ્વેની અપ મેઈન લાઇન ઉપર કિ.મી.નં. 26/37 પાસે રેલ્વે લાઇન ક્રોસ કરવા જતાં સમયે અજાણી મહિલાનું મોત નીપજ્યું હતું. ટ્રેન નં.19046 તાપ્તી ગંગા એક્સપ્રેશ પસાર થઈ રહી હતી. તે દરમિયાન મહિલા ટ્રેનની અડફેટે આવી આવી જતા તેણીનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે રેલ્વે પોલીસે મરનાર અજાણી મહિલાનાં મૃતદેહનો કબ્જો લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બારડોલીનાં રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન અડફેટે મૃત પામેલ મહિલાની ઉંમર આશરે 40 વર્ષની છે. જે મહિલા શરીરે મધ્યમ બાંધાની રંગે ગૌવર્ણ, ઊંચાઈ આશરે 5 ફૂટ 4 ઇંચની છે. જે મહિલાનાં જમણા હાથની કલાઈમાં પુંજ્યા રૂપસિંઘ પલવટ સુષ્મા નામનું છુંડણુ કરાવેલ છે. મહિલાએ શરીરે કાળા કલરની કુરતી તથા પાયજામો પહેરેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500