બારડોલી તાલુકાનાં મસાડ ગામે રહેતા બપોરનાં સમયે મઢીથી માંડવી તરફ જતાં રોડ પર વાંસકૂઈ ગામની સીમમાંથી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતાં. ત્યારે રસ્તો ક્રોસ કરવા જતાં સામેથી આવતી પોલીસનાં વાહન સુમો સાથે અથડાવી દીધી હતી. જેમાં આધેડ રોડ પર પટકાતા તેને માથામાં ગંભીર ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેલ સિપાહીની સુમો નંબર GJ/03/GA/0095 ગત તા.9મી જાન્યુઆરીનાં રોજ બપોરનાં સમયે નવસારીથી રાજપીપળા જઈ રહ્યા હતાં. ત્યારે વાંસકૂઈ ગામની સીમમાંથી પસાર થતી હતી.
ત્યારે બારડોલી તાલુકાનાં મસાડ ગામે જૂની ટાંકી ફળિયામાં રહેતા 58 વર્ષીય હસમુખભાઈ છગનભાઈ પટેલ નાઓ પોતાની મોટરસાઈકલ સરકારી વાહન ટાટા સુમો સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં હસમુખભાઈ રોડ પર પટકાતા તેમને માથાનાં ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application