બારડોલી રેલ્વે લાઇન ઉપરથી મોડી સાંજે ચારસામાં લપેટાયેલી હાલતમાં તાજા જન્મેલા બાળકની મૃત હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. રેલ્વે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં અલંકાર સિનેમાની સામે ગતરોજ મોડી સાંજે નહેર કોલોનીમાં રહેતા શ્રમજીવી ભરત રાઠોડે રેલ્વે લાઇન ક્રોસ કરી રહ્યાં હતાં.
તે સમયે નહેર કોલોનીની સામે આવેલ રેલવે લાઈનની બાજુમાં એક લાલ, ભૂરા અને કેસરી કલરનાં રૂમાલમાં તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં જોતા ભરતભાઇએ બારડોલી રેલ્વે આઉટ પોસ્ટને જાણ કરી હતી. રેલ્વે પોલીસ સ્થળ પર પહોંચીને જોતા પેટની નાળ સાથે તુવાલમાં લપટાયેલું બાળક જોવા મળ્યું હતું.
જોકે આ કોઈ અજાણી મહિલાએ બાળકનો જન્મ છુપાવવા બાળકને મૂકીને નાસી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે બારડોલી પોલીસે મૃત બાળકની લાશનો કબ્જો લઈ મૃત બાળકને રેલવે ટ્રેક નજીક મૂકી જનાર માતાને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500