પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાં એક દિવસનો તાજો જન્મેલો બાળક રસ્તાની બાજુમાં કચરામાં મળી આવતા પથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે સ્થાનિકોએ 108 મારફતે નવજાત બાળકને સુરત સિવિલમાં સારવાર હેઠળ ખસેડ્યો છે હાલ બાળક કાચની પેટીમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો જોકે મોડી રાતે બાળકનું મોટ નીપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, માહિતી અનુસાર પલસાણાનાં બગુમરા ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-6 પર કડોદરાથી બારડોલી તરફ જતા રોડ પર દસ્તાન ફાટક પહેલા આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપની બહાર વરસાદી નાળામાં સોમવારની વહેલી સવારે ભૂરા રંગનાં કપડામાં એક તાજુ જન્મેલું બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે આ બાળક તાજુ જન્મેલું હોવાથી બાળકના પેટ સાથે માતાના નાળ પણ કપાયેલી મળી આવી હતી જેથી બાળકની પ્રસુતિ ઘરે જ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
જોકે કોઈ અજાણ્યા દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે આ બાળકને ધણીયાની હાલતમાં રસ્તાની બાજુમાં મૂકી ગયા હતા અને સદનસીબે બાળક જીવિત હતું તેમ જ કોઈ પ્રાણીએ બાળકને ઇજા ન પહોંચાડી હતી. વહેલી સવારે ઝાખા અજવાળામાં બાળકનો રડવાનો અવાજ આવતા ત્યાંથી પગપાળા જતા રાહદારીએ બાળકને જોતા આસપાસના લોકોને જાણ કરી હતી જોતજોતામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતુ.
ઘટના અંગે 108ને એમ્બ્યુલન્સને જાણ કરી હતી જે બાદ 108 દ્વારા બાળકને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા તબીબોએ બાળકને સારવાર કરી પેટની નાળ કાપી હતી અને તાજુ જન્મેલું બાળક અસુરક્ષિત રસ્તા પર છોડી દેતા બાળકને તબિયત નાજુક હોવાથી હાલ બાળકને હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં કાચની પેટીમાં સારવાર હેઠળ રાખ્યું હતું કમનસીબે મોડી રાતે સારવાર હેઠળ રહેલા બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પલસાણા પોલીસની એક ટીમ બાળકની મુલાકતે પહોંચી ગુનો નોધી બાળકના વાલી વારસ શોધવાની તજવીજ હાથ ધરી હતી. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500