ચલથાણ ગામની સીમમાં રેલ્વે ક્રોસિંગ બ્રિજ પાસે આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરને છાતીમાં ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ, અજાણ્યા હત્યારાઓ ભાગી ગયા હતા. સુતરો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં ચલથાણ ગામના ગાયત્રી નગરમાં રહેતો પ્રમોદ રામલલિત ચૌધરી (ઉ.વ.35, મૂળ બિહારના) છેલ્લા એક વર્ષથી તાંતીથૈયા ગામે આવેલી શ્રીરામ ડાઇંગ એન્ડ પ્રિંટિંગ મિલમાં આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટર તરીકે નોકરી કરતો હતો. જોકે તેના લગ્ન સન-2007માં સીમાદેવી સાથે થયા હતા તેમને કોઈ સંતાન ન હતા.
જયારે તેઓ ગત તા.12મી જૂનના રોજ રાત્રિના 11.30 વાગ્યાની આસપાસ પ્રમોદના મિત્ર રાકેશ રાયએ સીમાદેવીને ફોન કરીને જણાવ્યુ કે, પ્રમોદને કોઈએ ચપ્પુ મારી દીધું છે અને લોહી લુહાણ હાલતમાં તાંતીથૈયાથી ચલથાણ જવાના રોડ પર રેલ્વે ક્રોસિંગ બ્રિજ પાસે પડેલ છે અને આથી સીમા દેવીએ તેમના પાડોશીઓ રામનારાયણ દસ ઉર્ફે ડોક્ટરજી તેમજ સુનિલેભાઈને ત્યાં મોકલ્યા હતા.
જોકે સ્થળ પર જોતાં પ્રમોદને છાતીના ભાગે ત્રણ ચપ્પુના ઘા વાઘેલા હોય લોહી લુહાણ હાલતમાં તેને તાત્કાલિક ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે પોસ્ટ મોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપી હતી. બનાવ અંગે મૃતકની પત્ની સીમાદેવીએ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500