Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસકર્મી ઉપર ચપ્પુથી હુમલો કરનાર બે ઈસમોની ધરપકડ

  • June 12, 2022 

સુરતનાં લિંબાયત નીલગીરી સર્કલ પાસે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલ પોલીસકર્મી પર બે હુમલાખોરે ચપ્પુથી હુમલો કર્યો હતો. જયારે આ ઘટનામાં અન્ય પોલીસ કર્મીઓ જીપમાં ત્યાં આવી જતા પોલીસ કર્મીનો જીવ બચી ગયો હતો. લિંબાયત પોલીસે બંને હુમલાખોરોની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. લિંબાયત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ 36 વર્ષીય ભાવિન પરષોત્તમ સોલંકી ગતરોજ રાત્રે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ખાનગી બાઇક પર નીકળ્યો હતો.



તેમજ રસ્તામાં લિંબાયત નીલગીરી સર્કલથી શાંતિનગર જવાના રસ્તા પર ડિવાઇડર પાસે બે ઈસમો ઝઘડો કરતા હતા. જોકે પોલીસ કર્મીએ બંને ઈસમોને ઘરે ચાલી જવા કહ્યું હતું. તેમ છતાં બંને વાત ન માની ઉપરથી પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી તેને બાઇક પરથી પાડી નાખ્યો હતો તેમજ એક હુમલાખોરે તો ગુસ્સામાં પોલીસકર્મી ચપ્પુથી હુમલો કરી દીધો હતો. એક ઘા પીઠના ભાગે મારી બીજો ઘા મારવા જતા અન્ય પોલીસ કર્મીઓ આવી જતા જીવ બચ્યો હતો. બનાવ અંગે લિંબાયત પોલીસે ગણેશ છોટુ સુર્યવંશી (રહે.શ્રીનાથ સોસા,લિંબાયત) અને દિપક હીરામણ કોળી (રહે,સંજયનગર) નાની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application