સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે બાતમીનાં આધારે ઓલપાડનાં ભટલાવ ગામેથી ભેંસનાં તબેલામાં ઘાસની પુરીયામાં છુપાવીને રાખેલ 30 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી એકની ધરપકડ કરી મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર, સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચનાં હરસુખભાઈ નાનજીભાઈ તેમજ વિક્રમભાઈ સંગ્રામભાઈ નાઓને અંગત રાહે મળેલી બાતમી આધારે ઓલપાડ તાલુકાનાં ભટલાવ ગામે નહેર કોલોની ખાતે રહેતા દલપતભાઈ ચંદુભાઈ રાઠોડ નાઓના ભેંસ બાંધવા તબેલામાં રેડ કરી ઘસના પુરીયામાં છુપાવીને રાખલ વિદેશી દારૂની નાની મોટી અને બિયરમી કુલ 336 નંગ બોટલો મળી આવી હતી.
તેમજ સ્થળ પર હાજર ગણપતભાઈ કાલિદાસભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે મુખ્ય આરોપી દલપતભાઈ ચંદુભાઈ રાઠોડ (રહે.નહેર કોલોની, ભટલાવ ગામ, ઓલપાડ) નાને વોન્ટેડ જાહેર કર્યા હતા. આમ. પોલીસે રૂપિયા 30,500/-નો વિદેશી દારૂ અને મોબાઈલ મળી 35,500/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500