Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી તાલુકા ટીચર્સ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

  • August 08, 2022 

ધી બારડોલી તાલુકા ટીચર્સ કોઓપરેટીવ સોસાયટી દ્વારા તારીખ 6/8/2022નાં રોજ જલારામ મંદિર પ્રાર્થના સભા હોલમાં બારડોલીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાના અધ્યક્ષ અને ટીચર સોસાયટીનાં પ્રમુખ હરસિંગભાઈ સી. ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.




જયારે સભાના મુખ્ય મહેમાન બળવંતભાઈ એસ. પટેલ કાર્યવાહક પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં તથા બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. SBI બારડોલી માંથી પધારેલા SBIનાં મેનેજર કિશોરભાઈ પટેલ તથા તેમના સ્ટાફનું પણ સભામાં સન્માન કરવામાં આવ્યું હતું. એમની સાથે પધારેલ અન્ય તમામ મહેમાનો નિવૃત્ત શિક્ષકો તેજસ્વી તારલાઓને પણ સ્મૃતિ ભેટ આપી સન્માન આપવામાં આવ્યા હતા.




સાધારણ સભામાં એજન્ડા  મુજબની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ બી. પટેલ આફવા પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં આભાર વિધિ સોસાયટીના ઉપપ્રમુખ ગૌતમભાઈ જી. ચૌધરી દ્વારા કરવામાં આવી અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application