સુરતનાં પલસાણા તાલુકાનાં તરાજ ગામનાં પાટીયે મોપેડ ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોપેડ ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત શહેરનાં ભેસ્તાનમાં બી.આર.ટી.એસ વર્કશોપની બાજુમાં બાલકૃષ્ણ રો-હાઉસમાં રહેતા રોહિતભાઈ સંતોષભાઈ હિંગોલેનાઓ ગત તા.4થી સપ્ટેમ્બરનાં રોજ બપોરમાં 3 વાગ્યામાં અરસામાં નેશનલ હાઈવે નંબર-53 પર ભેસ્તાન ખાતે જઈ રહ્યા હતા.
તે સમયે પલસાણાનાં તરાજ ગામના પાટિયા નજીકથી પસાર થતી વખતે મોપેડને એકાએક અજાણ્યા વાહન ચાલકે અડફતે લેતા ચાલક રોહિત હિંગોલે શરીરે ગંભીર રીતે ઘવાયો હતો અકસ્માતમાં ઘવાયેલા ચાલકને 108ની મદદથી નવી સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન ગત તા.6 સપ્ટેમ્બરનાં રોજ મોડી રાતે 11 વાગ્યાનાં અરસામાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે યુવકનાં મોટાભાઈએ પલસાણા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરીયાદ આપતા પોલીસે ફરિયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application