સુરતનાં મહુવા તાલુકાનાં ઉમરા ગામે આવેલ બામણીયા ભૂત મંદિરનાં દર્શનાર્થે આવેલ નવસારીનાં વૃદ્ધનું નદીમાં હાથ પગ ધોતી વખતે પગ લપસી જવાથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાનાં જલાલપુરનાં મહાદેવ મંદિર ફળિયામાં રહેતા છીકાભાઇ છોટુભાઈ ચૌધરી (ઉ.વ.68) જેઓ મંગળવારના રોજ મહુવા તાલુકાના ઉમરા ગામે અંબિકા નદીના કિનારે આવેલ બામણીયા ભૂત મંદિરના દર્શનાર્થે ગયા હતા.
જ્યાં તેઓ નજીકમાંથી પસાર થતી અંબિકા નદીમાં હાથ-પગ ધોઈ રહ્યા હતા. તે સમયે જે પથ્થર પર તેઓ ઉભા હતા તે પથ્થર લીલવાળો હોય તેમણે સંતુલન ગુમાવ્યું હતું અને પગ લપસી જતાં તેઓ પાણીમાં પડ્યા હતા જેથી માથામાં ઈજા થતાં બેભાન હાલતમાં તેમને તાત્કાલિક અનાવલ ખાતે આવેલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઉપસ્થિત ડોક્ટરે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે પોલીસે મૃતકની પત્ની લાછુબેન છીકાભાઈ ચૌધરી નાની ફરિયાદને આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application