Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધ આવતાં ઘટના સ્થળે મોત

  • June 18, 2022 

સુરતનાં પલસાણા ખાતે ઇકો ટેક્ષટાઇલ પાર્ક નજીક નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધને કોઈ અજાણ્યા વાહનનાં ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા ખાતે પઠાણ પાર્ક નજીક તુલસી એપાર્ટમેન્ટમાં રૂમ નંબર-202માં રહેતા અને મૂળ યુ.પી.ના અયોધ્યા જિલ્લાના વતની છંગાલાલ ભોલાનાથ જેસ્વાલ નાઓ પલસાણા કાલાધોડા ખાતે સૂર્યોદય મિલમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે.



જોકે, તેઓ ગતરોજ રાત્રિના 7:30 વાગ્યાની આસપાસ નોકરીએ જવા માટે નીકળ્યા હતા. તેઓ પલસાણા ખાતે ઇકો ટેક્ષટાઇલ પાર્ક સામે નેશનલ હાઈવે નંબર-48 ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે હંકારી આવેલ અજાણ્યા વાહન ચાલકે છંગાલાલને અડફેટમાં લઈ ભાગી છૂટ્યો હતો. જોકે આ સર્જાયેલ અકસ્માતમાં છંગાલાલને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application