Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીપડાએ બકરાનાં બચ્ચાનો શિકાર કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

  • June 10, 2022 

બારડોલી તાલુકાનાં કિકવાડ ગામના ગભાણ ફળિયામાં રાત્રિના સમયે દીપડો બકરીના બચ્ચાનો શિકાર કરી ગયો હતો જેથી ગામનાં લોકોએ નજીકમાં આવેલ શેરડીનાં ખેતરમાં તપાસ કરતાં દીપડો બકરીના બચ્ચાને દબોચી બેઠો હતો. જોકે ગ્રામજનોએ સામનો કરતાં દીપડો બચ્ચાને મૂકી ભાગી છૂટ્યો હતો. પરંતુ બકરીનાં બચ્ચાનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં કિકવાડ ગામનાં ગભાણ ફળિયામાં રાત્રિના 9 વાગ્યાની આસપાસ નવીનભાઈ ચૌધરીનાં ઘરનાં વાડામાંથી દીપડો બકરાનાં બચ્ચાનો શિકાર કરી ગયો હોય બનાવ અંગે ગામના વ્યક્તિઓએ આજુબાજુનાં વિસ્તારોમાં તપાસ કરતાં દીપડો એક શેરડીનાં ખેતરમાં બચ્ચાને દબોચીને બેઠો હોય ગ્રામજનોએ દીપડાનો સામનો કરતાં તે બચ્ચાને મૂકી ભાગી છૂટ્યો હતો. જોકે, ઇજાગ્રસ્ત બચ્ચાનું મોત નીપજયું હતું.



ઘટના અંગે નવીનભાઈએ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને જાણ કરતાં તેઓ કિકવાડ ગામે પહોંચી તપાસ કરતાં નવીનભાઈના શેરડીનાં ખેતરમાં દિપડાનાં પગમાર્ક તપાસ કર્યા હતા. ત્યારે શેરડી માંથી દિપડાએ જોરથી અવાજ કરતા જતીન રાઠોડ અને નવીનભાઈ ફળિયા તરફ આવી ગયા હતા.



જોકે વારંવાર શેરડીમાં બેટરી મારતા રાત્રે 10 વાગ્યાથી બે વાગ્યા સુધી દિપડો શેરડીનાં ખેતરમાં જોવા મળ્યો હતા જતીન રાઠોડે તેન સામાજિક વનીકરણના આર.એફ.ઓ સુધાબેન ચૌધરીને પાંજરુ મુકવા ટેલિફોનિક સંપર્ક કરતા પાંજરુ મુકવા જણાવ્યું હતું. અગાઉ પણ એક મહીના પર નવીનભાઈનાં ઘરનાં  વાડા પાસે એક દિપડો પાંજરે પુરાયો હતો. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application