સુરતનાં માંડવી તાલુકાનાં ખંજરોલીથી પીપરિયા ગામની વચ્ચે આવેલા ગરનાળા પર એક દીપડો તેના બચ્ચા સાથે વિહરતો જોવા મળ્યો હતો. જોકે રસ્તા પર દીપડા ફરતા દેખાતા આજુ-બાજુનાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બુધવારનાં રાત્રીનાં સમયે ખંજરોલીથી પીપરિયા વચ્ચે આવેલા એક ગરનાળાના પાસે બે દીપડા દેખાયા હતા. જેમાં એક બચ્ચું અને એક તેની માતા હોવાનું અનુમાન છે.
જયારે બંને એકબીજા સાથે રમત રમી રહ્યા હતા ત્યારે ગાડીની લાઇટ પડતાં જ બંને નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ થોડી વાર પછી બંને રસ્તો ક્રોસ કરી શેરડીનાં ખેતર તરફ જતાં રહ્યા હતા. ત્યારબાદ ખેતરમાં માતા અને બચ્ચું રમત રમી રહેલા નજરે પડે છે અને તેઓ બેરોકટોક રસ્તો ક્રોસ કરી સામેના શેરડીના ખેતરમાં જઈ રહ્યા હતા. જોકે આ આશરે ચારથી પાંચ વર્ષની દીપડી અને તેની સાથે નવથી દસ મહિનાનું બચ્ચું હોવાનું અનુમાન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application