કડોદરા પોલીસ મથકનાં PIનાં માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી નાસતા ફરતા આરોપીઓની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન ASI તેમજ હેડ કોન્સ્ટેબલને મળેલ સંયુક્ત બાતમીનાં આધારે કડોદરાથી મુંબઈ તરફ જવાના રસ્તે નેશનલ હાઈવે નંબર-48 ઉપર આવેલ કૈલાશ CNG પંપ પાસે બારડોલી પોલીસ મથકનાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો મુઠ્ઠું (ગડ્ડી) ગેંગનો આરોપી ઉભો છે.
જેણે શરીરે કેસરી કલરનું આખું બાયનું શર્ટ તેમજ ભૂરા રંગની જીન્સ પહેરેલી છે જે બાતમી આધારે કડોદરા GIDC પોલીસે વોચ ગોઠવી મુઠ્ઠું (ગડ્ડી) ગેંગનો માસ્ટર માઇન્ડ અને ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો આરોપી ઉમાશંકર ઉર્ફે મનોજ બિન્ડ નાને ઝડપી લઈ બારડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે આ આરોપી સામે મુંબઈ અને ગુજરાતમાં મળી કુલ 11 ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application