Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો પ્રોહીબિશનનો આરોપી ઝડપાયો

  • August 23, 2022 

એલ.સી.બી.શાખા તથા પેરોલ ફર્લો સ્કોડનાં પોલીસ માણસોની અલગ અલગ ટીમો સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારના કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન ફરતા ફરતા કડોદરા ચાર રસ્તા પાસે આવતા બાતમી મળી હતી કે, કડોદરા GIDCનાં ગત વર્ષમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો હતો.




જે આરોપી મયુર નામદેવ વાનખેડે (રહે.ચલથાણ, તા.પલસાણા) નાને ચલથાણ હાઇવે નજીક આવેલ પ્રિન્સ હોટલની સામે ઉપર ઉભેલ છે અને તેને શરીરે કેસરી કલરનું ફુલ બાઇનુ શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્ક્સ બાતમીનાં આધારે આરોપીને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડોદરા GIDC પોલીસ મથકને સુપ્રત કર્યો હોવાનું જાણવા મળેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application