Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં લક્ષ્મી માર્કેટમાંથી અમરોલીની સગીર અને યુવતી મળી આવી

  • July 18, 2024 

સુરત ગ્રામ્યની માંડવી પોલીસ મથકની સી ટીમનાં સભ્યો એ.એસ.આઈ. અને તેમની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતા તે સમયે માંડવીનાં લક્ષ્મી માર્કેટમાંથી બે અજાણી યુવતીઓ મળી આવી હતી પુછપરછમાં તેઓ સુરત શહેરનાં અમરોલી વિસ્તારની હોવાનું જણાવા મળ્યું હતું. બંને યુવતીઓની પોલીસે ઉડાણપુર્વક પુછતાછ કરતા તેમણે પોતાના નામ કુપાબેન રોહિતભાઈ ચૌધરી (ઉ.વ.20) અને રેખા (નામ બદલ્યું છે) (ઉ.વ.15) જણાવી પોતાના ઘરે કોઈને કઈ પણ કહ્યા વગર નીકળી ગઈ હોવાનું કહ્યું હતું. તપાસ કરતા આ બંનેની અમરોલી પોલીસ મથકમાં તેમની ગુમ જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ હતી આથી માંડવી પોલીસે અમરોલી પોલીસનો સંપર્ક કરતા અમરોલી પોલીસની ટીમ બંનેના પિતા સાથે માંડવી પોલીસ મથકે પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application