Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : હીરાદલાલ પાસેથી રૂપિયા 3.16 કરોડનાં હીરા લઈ ફરાર દંપત્તિ પૈકી મહિલાની ગોવાથી ધરપકડ

  • August 14, 2022 

સુરતનાં સરથાણા વિસ્તારના એક હીરાદલાલ પાસેથી રૂપિયા 3.16 કરોડનાં હીરા લઈ ફરાર વેસુનાં બોરા દંપત્તિ પૈકી મહિલાની ક્રાઈમ બ્રાંચે ગોવાથી ધરપકડ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. જયારે ઝડપાયેલી મહિલાએ તેનો પતિ ચાઈનામાં હોવાની કબૂલાત કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીનાં ખાંભાના કોટડા ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા સાંસ્કૃત રેસિડન્સી ઘર નંબર-302માં રહેતા 27 વર્ષીય હીરાદલાલ બ્રિજેશ મનસુખભાઇ વેકરીયા રહે છે.




જોકે તેઓ વિડીયો કોલ મારફતે વાત કરી વેપાર શરૂ કર્યા બાદ ચાઈનામાં હીરાનો વેપાર કરતા અને વેસુમાં રહેતા વેપારી દેવેન્દ્રસિંધ મદન બોરાએ પત્ની અમૃતા અને ભાગીદાર મયુરભાઈ સુતરીયા મારફતે રૂપિયા 3.16 કરોડનાં હીરા મંગાવી પેમેન્ટ કરવાને બદલે વાયદા કર્યા હતા અને બાદમાં ઘર ખાલી કરી પત્ની સાથે ફરાર થઈ ગયો હતો.




બનાવ અંગે બ્રિજેશે કરેલી અરજીના આધારે સરથાણા પોલીસે બોરા દંપત્તિ વિરુદ્ધ બે અઠવાડીયા અગાઉ ઠગાઈની ફરિયાદ નોંધ્યા બાદ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. તે દરમિયાન, ક્રાઈમ બ્રાંચે આ ગુનામાં ગતરોજ ગોવાથી વેપારી દેવેન્દ્રસિંઘ બોરાની પત્ની અમૃતા (ઉ.વ.34, રહે.ઘરનં.એફ.ટી-2, બ્લોક-બી,સેફાયર,સીમેંટરી પાસે,તાલીગાંવ,પણજીમ,ગોવા અને ઘર નં.534/2,‘’માંગીરીશ’,સત્ય નારાયણ મંદિર પાસે,ધવલી વિસ્તાર,પોંડા,દક્ષિણ ગોવા) નાની ધરપકડ કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે ક્રાઈમ બ્રાંચે તેની પુછપરછ કરતા પતિ દેવેન્દ્રસિંઘ હાલ ચાઈનામાં હોવાની કબૂલાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application