Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળનાં છમુછલ ગામે અજાણ્યા વાહન અડફેટ આવતા આઘેડનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું

  • June 19, 2024 

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં છમુછલ ગામે આઘેડને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસની હદમાં છમુછલ ગામે નવનિર્મિત મુંબઇ-દિલ્હી હાઈવે રોડનાં બ્રિજની નીચેથી પગપાળા જઈ રહેલા લક્ષ્મણભાઈ રાયસિંગભાઇ વસાવા (ઉ.વ.52)ને પુરપાટ આવી રહેલો અજાણ્યા વાહન ચાલક અડફેટમાં લઇને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં લક્ષ્મણભાઈને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મૃતકનાં ભાણેજ ધર્મેશભાઇએ આ ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરતા હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News