સુરત શહેરના સચિન વિસ્તારમાં રહસ્યમય ઘટના બની છે. જેમાં તૃપ્તિ નગરમાં એક ત્રણ વર્ષના બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. જયારે બાળક સાંજે મિત્રો સાથે રમતી વખતે ગુમ થઈ ગયો હતો. તે દરમિયાન બાળકનો મૃતદેહ ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મળ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી સચિનકુમાર કોરી સચિન વિસ્તારમાં આવેલા તૃપ્તિ નગરમાં પરિવાર સાથે રહે છે અને એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને બે સંતાન છે. જેમાંથી એક 3 વર્ષીય આર્યન છે.
ઘટના સમયે પિતા કામ પર ગયા હતા. પરિવારે બાળક ગુમ થયા બાદ પાડોશ અને ગલીઓમાં શોધખોળ કર્યા બાદ ધાબા પર જતાં પાણીની ટાંકીમાંથી લાડકો દીકરો મૃત હાલતમાં મળી આવ્યો હતો. સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. જયારે આર્યન ગુરૂવારની સાંજે બાળ મિત્રો સાથે રમતા-રમતા ગુમ થઈ ગયો હતો. જેથી પરિવારે આખી સોસાયટી શોધી કાઢ્યા બાદ પણ એનો ક્યાંય પત્તો ન લાગતા આખરે ટેરેસ પર દોડ્યા હતા. જ્યાં પણ નહીં મળતા પાણીના ટાંકામાં નજર નાંખતા જ મળી આવ્યો હતો. ઘટનાની જાણ બાદ પોલીસે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application