સુરતનાં ચલથાણ ખાતે અંબિકા નગરમાં ભાડેથી રહેતા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રકઝક ચાલતી હતી. જે વાતને લઈ શનિવારનાં રોજ મોડી રાતે પતિએ પત્નીને ગળાનાં ભાગે ચપ્પુ માર્યા બાદ થોડા સમયમાં પતિએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમ ચકચાર મચી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં ચલથાણ ગામે સુગર ફેકટરીની સામે આવેલ અંબિકા નગરમાં વિપુલભાઈની રૂમમાં રહેતા રમેશભાઈ મહાકાંત ઝા (ઉ.વ.40) નાઓ બે બાળક અને પત્ની બેબીદેવી સાથે રહી કંડકટર તરીકે ફરજ બજાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
જોકે રમેશભાઈ અને બેબીદેવી વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી રકઝક ચાલતી હતી જે વાતને લઈ શનિવારે મોડી રાતે 10 વાગ્યાનાં અરસામાં રમેશભાઈએ બેબીદેવીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વળે ઇજા કરી દેતા પત્ની દોડતી ઘરની બહાર ભાગી હતી. તે દરમિયાન પતિને આસપાસનાં લોકોએ પોતાના ઘરમાં તાળું મારી બંધ કરી દીધો હતો.
ત્યારબાદ ઘાયલ પત્નીની આસપાસ લોકોનું ટોળું વળી 108ની મદદથી રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન પતિ રમેશે પોતાના જ ઘરમાં પંખા સાથે દોરડું વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500