સુરતનાં માંગરોળ તાલુકાનાં ચિસ્તી નગર વિસ્તારમાં રહેતો સગીર રાત્રી દરમિયાન ઘરની નજીક બેસી મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો તે દરમિયાન અન્ય એક યુવાને ગેમ રહી રહેલા સગીર પાસે મોબાઈલ માંગતા ગેમ રમી રહેલા સગીરે પોતાનો મોબાઈલ આપ્યો ન હતો જેથી ઉશ્કેરાયેલા યુવાને સગીર સાથે ઝગડો કરી ગેમ રમી રહેલા સગીરને શરીરે ત્રણ જગ્યાએ ચપ્પુના ઘા મારી લોહી લુહાણ કરી ભાગી છૂટ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ તાલુકાનાં તરસાડી ખાતે ચિસ્તી નગરમાં બરક્ત બિલ્ડીંગની સામે રહેતા અયુબ કુરેશીના મકાનનાં રહેતા મોહમદ ઈલિયાસ છોટુમિયા શેખનો 16 વર્ષીય દીકરો ઈરફાન હુસેન ગત સોમવારનાં રોજ રાત્રી દરમિયાન જમી પરવારીને પોતાના ઘરની આગળ બેસી મોબાઈલના ગેમ રમી રહ્યો હતો.
તે દરમિયાન તામિર અબ્દુલ કૌયુબ શેખ (રહે.મલકાવાડ, મસ્જિદ પાસે, તરસાડી) ઈરફાન પાસે આવ્યો અને ફોન કરવા માટે ઇરફાનનો મોબાઇલ માંગ્યો હતો ગેમ રમી રહેલા ઇરફાને મોબાઈલ આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા તામિર શેખે ઇરફાનને લાફો જીકયો બંને વચ્ચે ઝગડો થતા ઇરફાનની મમ્મી ફિરદૌસ ત્યાં આવતા ઉશ્કેરાયેલા તામિરે પોતાની પાસે રાયેલા ધારદાર ચપ્પુ વડે ઇરફાનને જાઘના ભાગે આંખના ભાગે તેમજ હાથના ભાગે ચપ્પુના ઘા ઝીંકયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો.
ત્યારબાદ ઇરફાનને લોહી લુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ઈરફાનને 20થી વધુ ટાંકા લેવા પડ્યા હતા. ઘટના અંગે ઇરફાનની માતાએ તામિર શેખ વિરુદ્ધ કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500