સુરત શહેરનાં કતારગામમાં વિસ્તારમાં સવારે એક મહિલાએ પોતાના સાડા ત્રણ વર્ષના પુત્રને ફાંસો આપી પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે માતાએ ગૃહકંકાસને પગલે પુત્ર સાથે આ પગલું ભર્યું હતુ.
સ્મીમેર હોસ્પિટલથી મળેલ માહિતી અનુસાર, મૂળ ભાવનગરના મહુવાના લોંગીયા ગામના વતની અને હાલમાં કતારગામ વિસ્તારનાં પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 31 વર્ષના યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા અને તેમનો સાડા ત્રણ વર્ષનો નાનો પુત્ર દેવાંશ સવારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે આ બનાવને પગલે આજુબાજુનાં વિસ્તારમાં ચકચાર મચી હતી.
જયારે પોલીસે જણાવ્યું કે, યોગીતાબેને પહેલા પોતાના પુત્રને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો આપ્યો હતો. બાદમાં પોતે પણ છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
જોકે ગૃહકંકાસનાં લીધે માતાએ પુત્ર સાથે આ પગલું ભર્યું હતુ. યોગીતાબેનના નવ વર્ષ અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશભાઇ સાથે લગ્ન થયા હતા. તેમને સંતાનમાં બે પુત્ર પૈકી એક પુત્રનું આ બનાવમાં મોત થયું હતુ. બનાવ અંગે ચોકબજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500