સુરત ગ્રામ્ય જિલ્લામાં મહે જિલ્લા કલેકટરસાનાં હથિયારબધીનાં જાહેરનામા મુજબ પ્રાણધાતક હથીયારો જાહેરમાં ધારણ કરીને જાહેરનામાનો છડેચોક ભંગ કરનાર ઇસમોને પકડી પાડવા તથા આવી ગુનાહિત પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને વિભાગીય પોલીસ અધિક્ષક તથા પી.આઈ. કોસંબા નાઓના માર્ગદર્શન હેઠળ કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જિલ્લામાં જિલ્લા કલેકટરસાશ્રીનાં હથિયારબધીનાં જાહેરનામા મુજબ પ્રાણધાતક હથીયારો જાહેરમાં ધારણ કરીને જાહેરનામાનો છડેચોક ભંગ કરનાર ઇસમોને પકડી પાડવા તથા આવી ગુનાહિત પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા કોસબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ નાઓએ બાતમી મેળવીને તરસાડી દાદરી ફળીયામાં મદ્રેસાની સામેની ગલીમાં રસ્તા ઉપર જાહેરમાંથી બે ઇસમો અબ્દુલ મજીદ શુભાન શેખ અને અબ્દુલ નાસીર ઉર્ફ કાળીયો અબ્દુલ હકીમ શેખ (બંને રહે.તરસાડી મસ્જિદ દાદરી ફળિયું, માંગરોળ) નાને પ્રાણધાતક હથીયારો જેવાકે તલવાર તથા ધારદાર ચપ્પુ સાથે પકડી પાડી તેમના વિરુદ્ધ કલેકટરના જાહેરનામનો ભંગ કરવા બદલ તેઓની વિરુદ્ધમાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-135 તથા ઇ.પી.કો કલમ–188 મુજબનાં ગુનાઓ દાખલ કરી ને કાયદેસર ની યાર્યવાહી ની કાર્યવાહી કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application