Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

  • October 18, 2022 

સુરત જિલ્લાનાં ઉમરપાડા પોલીસ મથક વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે માંગરોળનાં મોસાલી ચાર રસ્તા નજીકથી બંને આરોપીઓની અટકાયત કરી હતી. સુરત જિલ્લા SOG પોલીસને બાતમી મળી હતી કે, ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 66 કે.વી સબસ્ટેશનમાં બનેલ ઘરફોડ ચોરી તેમજ ભરૂચ પોલીસ સ્ટેશનનાં એક મળી ચોરીના ગુનામાં સંડોવાયેલ બે વોન્ટેડ આરોપી માંગરોળનાં મોસાલી ચાર રસ્તા ખાતે ઉભેલ છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી અજય મંજીભાઈ વસાવા અને જગદીશ ઉર્ફે બાબર જહેરસિંગ વસાવાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application