Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ

  • July 28, 2022 

બારડોલી તાલુકાનાં તેન ગામે નવા ફળીયામાં જુગાર રમી રહેલા 10 જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 1.35 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, તેન ગામના નવા ફળીયામાં દિનેશભાઈ નરસિંહભાઈ ચૌધરીના ઘરની બાજુમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.




જે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી 10 ઈસમોને તીન પત્તીનો જુગાર રમતા પકડી પાડ્યા હતા તેમજ અંગઝડતી કરતા રૂપિયા 11,530 રોકડા, દાવ પરથી 4300 રૂપિયા રોકડા, 7 નંગ મોબાઈલ, બે  ઓટો રીક્ષા મળી કુલ રૂપિયા 1,35,430/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે રણછોડ સુખા, મહેશ કલરવાળો, પપ્પુ અને કનુ ગામીત નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.





જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓ ....


1.પરેશ ધીરુભાઈ રાઠોડ (રહે.નવા ફળીયા, તેન),

2.કાદીર અસલમ શેખ (રહે.શાસ્ત્રી નગર, બાબેન),

3.નટવર ધનજી ઢીમ્મર (રહે.નવા ફળીયા,તેન),

4.ભીખા રમણ ચૌધરી (રહે.જોગી ફળીયા,બારડોલી),

5.અયાજ સઈદ કુરેશી (રહે.સુરતી ઝાપા,બારડોલી), 

6.છોટુભાઈ મહેમુદ શેખ (રહે.પંચવટીની પાછળ,બારડોલી), 

7.નિલેશ છાયારામ ઢીમ્મર (રહે.ઉમરાખ,બારડોલી), 

8.દિલીપ શંકર નાયકા (રહે.તેન,નવા ફળીયા),

9.હરીશ નગીન ચૌધરી (રહે.તેન,નવા ફળીયા) અને  

10.સોમા રોહિત પટેલ (રહે.તેન,નવા ફળીયા). 







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application