કડોદરા પોલીસે કોમ્બીંગ નાઇટ દરમિયાન મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી ચોરને તથા 30 હજારની મોટરસાયકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા GIDC પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફનાં માણસો કોમ્બીંગ નાઇટમાં પેટ્રોલીંગમાં હતાં.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત શહેરનાં મહિધર પોલીસ મથકની હદમાં એક મોટરસાયકલ ચોરીનો આરોપી કડોદરા ખાતે નુરી મિડીયાની પાછળ બ્લોસમ પાર્કની સામે ઇસમ હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ લઈને ઉભેલ છે. જે બાતમીનાં આધારે પોલીસે તત્કાલિક તેને કોર્ડન કરીને પકડી પાડી આરોપી રવિન્દ્ર ઉર્ફે અજય ભરતભાઇ સોનવણને કડકાઇ પૂર્વક પૂછપરછ કરતા તેણે પોતે થોડા દિવસ અગાઉ મોટરસાયકલ નંબર GJ/05/LA/6645 મહિધરપુરા પોલીસ મથક વિસ્તાર માંથી ચોરી કરી હોવાનું કબૂલાત કરતા મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. બનાવ અંગે કડોદરા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application