સુરતનાં કામરેજ નવાગામ વિસ્તારમાં હાઇવે પર આવેલ મનીષા હોટલની સામે હાઇવેનાં સર્વિસ રોડ પર પાર્ક કરેલુ ટાટા કંપનીનું બે દિવસ અગાઉ ટ્રક અજાણ્યા તસ્કરો ઉપાડી ગયા હતા, માલિકે કામરેજ પોલીસ મથકનાં ફરિયાદ આપી હતી. જોકે ચોરાયેલી ટ્રક લઈ તસ્કરો માંડવી તરફ જતા હતા તે સમયે માંડવી પોલીસ શંકાસ્પદ ટ્રકનાં કાગળ તપાસતાં ટ્રક ચોરીનું હોવાનું બહાર આવ્યું હતુ. જેથી પોલીસે બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજનાં સહજાનંદ સોસાયટીનાં મકાન નંબર-103માં રહેતા દીપકકુમાર અશોકભાઈ જોશી (ઉ.વ.22) નાઓ સુરતની ડાયમંડમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે અને સાઈડ બિઝનેસ તરીકે ટ્રક નંબર GJ/06/TT/6517 ખરીદ્યું હતું અને જે રેતીના કામકાજમાં ઉપયોગમાં લેતા હતા.
જોકે ગત તા.18 જુલાઈનાં રોજ કામરેજ નવગામની હાઇવે પર આવેલ મનીષા હોટલની સામે હાઇવેનાં સર્વિસ રોડ પર પાર્ક કર્યું હતું જે ચોરાય જતા કામરેજ પોલીસ મથકમાં 3 લાખની કિંમતની ટ્રક ચોરાયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જયારે બીજી તરફ માંડવી પોલીસ મથકનાં પી.આઈ.ના સૂચનાથી માંડવી પોલીસની ટીમ માંડવી પોલીસ મથક વિસ્તારમાં આવેલ ધોબણી નાકા પાસે વાહન ચેકીંગમાં હતા.
તે દરમિયાન શંકાસ્પદ ટ્રક નંબર GJ/06/TT/6517નાં જરૂરી કાગળો માંગતા મળી નહી આવતા કડકાઈ પૂર્વકની પૂછપરછ કરતા ટ્રકનાં ચાલક અને ક્લીનરે ટ્રક ચોરી હોવાનું કબુલ્યું હતુ. જેથી પોલીસે સરફરાઝ યાસીન પઠાણ (ઉ.વ.22) તેમજ મોહમદ કોનીન અલ્તાફ હુશેન કાદરી (બંને રહે.આંબોલી તા. કામરેજ) નાઓની અટકાયત કરી 3 લાખની ટ્રક કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500