Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરીની મોટરસાઈકલ સાથે આરોપી ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • October 06, 2022 

સુરત જિલ્લા LCB પોલીસે ચોરીની મોટરસાઈકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આ ચોરીની મોટરસાઈકલ લઈને પીપોદરાથી કામરેજ તરફ જતા ઇસમને કામરેજ સુગર ફેક્ટરી નજીકથી ઝડપી એક ચોરીની મોટરસાઈકલ કબ્જે કરવામાં આવી હતી. મળતી મહિતી મુજબ, સુરત જિલ્લા LCB પોલીસના ASIને બાતમી મળી હતી કે, ચોરીની સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર GJ/05/NG/2328 લઈને પીપોદરાથી કામરેજ તરફ એક ઇસમ જવાનો છે.




જેના આધારે સુરત જિલ્લા LCB પોલીસે સુગર ફેક્ટરી જતા રસ્તા ઉપરથી રીઢા મોટરસાઈકલ ચોર સુરેન્દ્ર રાગુનાથ ડાકુઆની અટકાયત કરી હતી અને પોલીસે સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી ચોરાયેલ સ્પ્લેન્ડર મોટરસાઈકલ કબ્જે કરી હતી. આમ, પોલીસે આરોપી પાસેથી ચોરીની મોટરસાઇકલ કિંમત રૂપિયા 30 હજાર તેમજ 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application