સુરત જિલ્લા LCB પોલીસે પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામેથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે છેલ્લા ઘણા સમયથી પ્રોહી.નાં ગુનાનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા LCB પોલીસનાં નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે, કડોદરા GIDC પોલીસ મથકમાં પ્રોહીબિઝનનાં ગુનાનો વોન્ટેડ આરોપી વિનયકુમાર ઉર્ફે પંડિત રાજકુમાર પાંડે (રહે.રૂમ નં.103, ખોડિયાર પેલેસ, તાંતીથૈયા, મૂળ રહે.ઉત્તરપ્રદેશ) નાઓ ખોડિયાર પેલેસમાં આવેલ શ્રી નાથ સ્વીટ નામની દુકાન પાસે ઉભેલ છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી વિનય પાંડેની અટકાયત કરી હતી. બનાવ અંગે LCB પોલીસે વોન્ટેડ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application