Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરીનાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • November 13, 2022 

પેરોલ ફર્લો સ્કોડનાં PI સહિતની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે, ઉમરપાડા વિસ્તારમાં GEBનાં સબ સ્ટેશનમાંથી કોપર તથા GEBનો સર સામાનની ચોરી બલ્લુ ઉર્ફે બલદેવ વસાવા નાએ તેના સાગરીતો સાથે મળી કરેલ છે અને ચોરી કરવામાં અને ચોરીનો સરા સામાન વેચવા જવા મદદગારી કરનાર મુકેશભાઇ અમરસિંહ વસાવા નાનો કાળા કલરની ટુંકી બાયની ટી શર્ટ તથા ભુરા કલરની ટ્રેક પેન્ટ પહેરેલો કેવડી ચાર રસ્તા ખાતે આવેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસે આરોપી મુકેશભાઈ અમરસિંહ વસાવા (ઉ.વ.23 રહે.ચમરીયા ગામ, મસ્જિદ ફળિયું, તા.વાલિયા, જિ.ભરૂચ) નાઓને ઝડપી પાડી તપાસ કરતા ઉમરપાડા પોલીસ મથકમાં નોંધાયેલ એક ગુનામાં તથા ભરૂચ જિલ્લાનાં ત્રણ ગુનાઓમાં નાસતા ફરતા હોવાનું બહાર આવ્યું હતુ. આમ, પોલીસે આરોપીને ઉમરપાડા પોલીસને સોપયો હોવાનું જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application