Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વરલી મટકાનો જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • December 25, 2022 

સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટિમ પ્રોહી. જુગારની પ્રવુતી શોધી કાઢવા બાબતે પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન એલ.સી.બી શાખાના એ.એસ.આઈ તથા તેમનો સ્ટાફ નાઓને સયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે, નવાગામ કોલોની હાઈવે ફળીયા ખાતે રહેતો રમેશભાઈ પટેલ નાનો તેના ફળીયામાં જાહેરમાં બેસી મુંબઈથી નીકળતા વરલી મટકા કલ્યાણ બજારના નિકળતા આંકો ઉપર પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે.




જે બાતમીનાં આધારે હકિકતવાળી જગ્યાએ તતકાલીક પોલીસની એક ટીમે રેડ કરીવરલી મટકાના જુગાર રમાડવા મટે બેસેલો રમેશભાઈ મોહનભાઈ પટેલ (ઉ.વ.48, રહે.નવાગામ કોલોની, નવી વસાહત, તા.કમારેજ,) નાઓને રોકડા રૂપીયા તથા વરલી-મટકાના જુગાર રમાડવા માટેના સાધનો સાથે ઝડપી પાડી 13,560/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application