Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજના વેલંજા ખાતે મહિલાને આપઘાત કરવા મજબુર કરનાર પતિ-સસરાને ઝડપી પાડ્યા

  • September 22, 2023 

સુરતના કામરેજ તાલુકાના વેલંજા ખાતેની સાજન રેસીડેન્સી ખાતે રહેતા વિરાસ પરિવારની પરણિતાને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિ સહિત સસરાની સુરત જિલ્લા એલસીબી પોલીસે ગત ઝડપી પાડયા હતા. મળતી માહિતી અનુસાર, કામરેજના વેલંજા ખાતે આવેલી સાજન રેસીડેન્સીમાં રહી સુરત મહાનગર પાલિકા સંચાલિત લાઇબ્રેરીમા લાયબ્રેરીયન તરીકે નોકરી કરતા અમિત પ્રદીપભાઇ વિરાસના બે વાર છૂટાછેડા બાદ ત્રીજી વારની પત્નીએ પણ આત્મહત્યા કરી મોતને વહાલું કર્યું હતું. પતિ પ્રદીપ વિરાસ સહિત સસરા પ્રદીપભાઈ વિરાસે પુત્રવધુ ધાબા પર કપડાં સૂકવતી વેળાએ શેવાળને કારણે ધાબા પરથી પડતા મોત થયું હોવાની ઘટના ઉપજાવી કાઢી પોલીસને પણ ઊંધા પાટે ચઢાવી કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



પુત્રી લતા ધાબા પરથી પડતા સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાની સસરા પ્રદીપભાઈ વિરાસે લતાબેનના પિયરમાં ફોનથી જાણ કરતા પિતા સહિત સંબંધી વતનમાંથી વેલંજા ખાતે આવી ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં પુત્રી લતા મૃત હાલતમાં જોવા મળી હતી. પરિસ્થિતિ પામી ગયેલા લતાબેનના પિતા ગોવિંદભાઈ સહિત સંબધીએ મૃતક લતાબેનનો મોબાઇલ ચેક કરતા ઘટનાના દિવસે સવારે આઠ વાગ્યા આસપાસ મૃતક લતાબેનને પતિ અમિત વિરાસે આત્મહત્યા કરવા મજબૂર કરેલી વાતચીતનું રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જેથી પરિણીતાના પિતા ગોવિંદભાઈએ મૃતક લતાબેનના પતિ અમિત પ્રદીપભાઈ વિરાસ તેમજ સસરા પ્રદીપભાઈ વિરાસ વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એલસીબી પોલીસે વેલંજાની સાજન રેસીડેન્સી ખાતેથી અમિત પ્રદીપભાઈ વિરાસ અને પ્રદીપભાઈ દયાળભાઈ વિરાસને ઝડપી પાડયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application