સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે 11 વર્ષથી પાસાનાં વોરંટની બજવણી ટાળી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે મૂળ યુ.પી.નો આરોપી નેશનલ હાઇવે નંબર-48 પર આવ્યો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરી આરોપીની અટકાયત કરી હતી.
પેરોલ ફ્લો સુરત ગ્રામ્યનાં એ.એસ.આઈ તથા ટીમને બાતમી મળી હતી કે, 2011નાં વર્ષથી પાસાના વોરંટની બજવણી ટાળી નાસતો ફરતો આરોપી કારમસિંધ મૂળચંદ ચૌહાણ (મૂળ રહે.બેલા,તા-લાલગંજ,જિ.આઝમગઢ, યુપી) હાલ ગુજરાતમાં આવેલ છે.
તેમજ તે નેશનલ હાઇવે નંબર-48 પર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે ઉભો છે. જેનાં આધારે એલ.સી.બી પેરોલ ફ્લોનાં સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કારમસિંધ ચૌહાણને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500